સતત વધતા ભાવો વચ્ચે મોટી રાહત, 2.50 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ

પેટ્રોલ ડીઝલના વધતા ભાવો વચ્ચે નાણા મંત્રી અરુણ જેટલી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે. નાણામંત્રીએ કહ્યું કે બ્રેટ ઓઈલ આજે 86 ડોલર પ્રતિ બેરલનું સ્તર પાર કરી ગયું છે જે 4 વર્ષનું સર્વોચ્ચ સ્તર છે. નાણામંત્રીએ આ દરમિયાન મોટી જાહેરાત કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર 2.50 રૂપિયાની કુલ રાહત આપી છે. 

સતત વધતા ભાવો વચ્ચે મોટી રાહત, 2.50 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ

નવી દિલ્હી: નવી દિલ્હી: પેટ્રોલ ડીઝલના વધતા ભાવો વચ્ચે નાણા મંત્રી અરુણ જેટલીએ આજે એક મોટી જાહેરાત કરી. અરુણ જેટલીએ કહ્યું કે કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી પર 1.5 રૂપિયા સુધીનો ઘટાડો કરશે. જ્યારે ઓઈલ કંપનીઓ પણ પ્રતિ લીટર પેટ્રોલ ડીઝલ પર 1 રૂપિયો ઓછો કરશે. તેનાથી ગ્રાહકોને પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લીટર 2.50 રૂપિયાનો ફાયદો થશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકારોને પણ 2.50 રૂપિયા સુધીનો વેટ ઓછો કરવાની  ભલામણ કરીશું.

— ANI (@ANI) October 4, 2018

અરુણ જેટલીએ કહ્યું કે અમેરિકાએ ઈન્ટરેસ્ટ રેટ વધાર્યો છે, જેની અસર બજાર પર પડી છે. બજાર અને કરન્સીમાં ઉતાર ચઢાવ છે. અનેક પગલાં પહેલા પણ લેવાયા છે. અમે આઈએલએન્ડએફએસના બોર્ડને બદલ્યું છે. અમે આયાત ઉપર અંકુશ માટે પણ પગલાં લીધા છે. મોંઘવારી નિયંત્રણમાં છે અને 4ટકાથી નીચે છે. છેલ્લા ત્રિમાસિકમાં જીડીપી 8.2 ટકાના દરે વધી છે. તેમણે કહ્યું કે આજે મંત્રાલયોની એક બેઠકમાં નક્કી કરાયું કે ગ્રાહકોને રાહત આપવા માટે એક્સાઈસ ડ્યૂટીમાં 1.5 રૂપિયાનો ઘટાડો કરાશે. ઓઈલ માર્કેટિંગ કંપની ઓએમસી એક રૂપિયો ઘટાડશે. કેન્દ્ર સરકાર તરફથી અઢી રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો તરત ગ્રાહકોને રાહત આપશે. નાણામંત્રીએ રાજ્યોને પણ એટલો જ ભાવ ઘટાડવાની અપીલ કરી છે જેથી કરીને 5 રૂપિયા સુધીની રાહત મળી શકે. 

નાણામંત્રીએ એમ પણ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાને સ્થિર રાખવા માટે અનેક પગલાં લેવાયા છે. તેમણે કહ્યું કે પેટ્રોલ ડીઝલના ભાવો પર નજર રાખવા માટે એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. દેશમાં ઓઈલની કિંમતોમાં આંતરરાષ્ટ્રીય કારણોસર ભાવ વધી રહ્યાં છે. ક્રુડ ઓઈલની કિંમતો સતત વધી રહી છે જેની અસર ભારત પર જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે દેશનો ખજાનો મજબુત હોત તો સરકાર પેટ્રોલિયમ પેદાશોના ભાવો પર લગામ કસી શકાત.

— ANI (@ANI) October 4, 2018

અરુણ જેટલીએ કહ્યું કે ગત વર્ષ જ્યારે ઓઈલના ભાવ વધી રહ્યાં હતાં ત્યારે સરકારે ઓક્ટોબર મહિનામાં ઓઈલ પરથી એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનું કામ કર્યું હતું. નાણામંત્રીએ જણાવ્યું કે એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરવાથી સરકારી ખજાના પર 10500 કરોડ રૂપિયાનો બોજો પડશે. તેમણે કહ્યું કે જો રાજ્ય સરકારો પણ 2.5 રૂપિયા સુધીનો વેટ ઓછો કરે તો સામાન્ય જનતાને પ્રતિ લીટરે પેટ્રોલ ડીઝલ પર 5 રૂપિયાનો ફાયદો થશે. 

આજે પણ થયો હતો પેટ્રોલમાં 15 પૈસા અને ડીઝલમાં 20 પૈસાનો વધારો
પેટ્રોલ ડીઝલના ભાવોમાં ગુરુવારે  ક્રમશે 15 પૈસા અને 20 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી ચિંતિત સરકાર તેની અર્થવ્યવસ્થા પર પડનારી પ્રતિકૂળ અસરોને રોકવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે. સૂત્રોએ જાણકારી આપી કે અંગે બુધવારે સાંજે નાણામંત્રી અરુણ જેટલીએ અહીં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી. પબ્લિક ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગુરવારે જારી કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ક્રમશ 15 પૈસા અને 20 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. આ વૃદ્ધિ બાદ દિલ્હીમાં પેટ્રોલ હવે 84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 75.45 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યું છે. આ બંનેનો અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ નોંધાયો છે. 

પેટ્રોલીયમ પેદાશોના વધતા ભાવોથી ખેડૂતોની પહેલેથી જ બદહાલ સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે. ખાસ કરીને રવી પાક પર તેનો ખુબ વધુ પ્રભાવ પડવાનું અનુમાન છે. ડીઝલ હાલ રેકોર્ડ ઉચ્ચ કિંમત પર વેચાઈ રહ્યું છે. કૃષિ ક્ષેત્રમાં તે સૌથી વધુ વપરાય છે. ખેતર ખેડવા માટે ટ્રેક્ટરથી લઈને સિંચાઈના પંપસેટમાં ડીઝલનો જ ઉપયોગ થાય છે. આથી ડીઝલ મોંઘુ થવાથી ખેડૂતો પર તેની સીધી અસર પડી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news